બેગુસરાય: બિહારના બેગુસરાયથી એનડીએના ઉમેદવાર ગિરિરાજ સિંહ દ્વારા અપાયેલા નિવેદનને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડનારું ગણાવીને તેમના વિરુદ્ધ આદર્શ આચારસંહિતાના ભંગનો કેસ દાખલ થયો છે.
ગિરિરાજ સિંહ પર આરોપ છે કે બુધવારે એક ચૂંટણી જનસભા દરમિયાન તેમણે અલ્પસંખ્યકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું નિવેદન આપ્યું છે. જે આદર્શ ચૂંટણી આચારસંહિતાના ભંગના દાયરામાં આવે છે.
બેગુસરાયના જિલ્લા ચૂંટણી પદાધિકારી રાહુલકુમારે આ મામલાને ગંભીરતાથી લેતા ગુરુવારે ગિરિરાજ સિંહ વિરુદ્ધ બેગુસરાના પોલીસ સ્ટેશનમાં આદર્શ આચારસંહિતાના ભંગનો મામલો નોંધાવ્યો છે.
પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા ગિરિરાજ સિંહે બુધવારે કહ્યું હતું કે જે વંદેમાતરમ નહીં બોલે તેમને કબર માટે ત્રણ હાથની જગ્યા પણ નહીં મળે. જિલ્લા ચૂંટણી પદાધિકારીએ કહ્યું કે ગિરિરાજ સિંહનું આ નિવેદન અલ્પસંખ્યકોની ભાવનાને ઠેસ પહોંચાડનારું છે જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે.
જુઓ LIVE TV
જિલ્લા ચૂંટણી પદાધિકારીએ ગિરિરાજ સિંહ વિરુદ્ધ જનપ્રતિનિધિત્વ કાયદા 1951ની કમલ 125 અને 123, તથા ઈન્ડિયન પીનલ કોડની કલમ 153એ, 153બી, 295એ, 171સી, 188, 298 અને 505બે હેઠળ ગુરુવારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.
બેગુસરાયમાં ગિરિરાજનો મુકાબલો ડાબેરી પક્ષોના ઉમેદવાર કન્હૈયાકુમાર સામે છે. બેગુસરાયમાં ચોથા તબક્કા હેઠળ 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે